પાસપોર્ટ મા ની વિગત

તમારા ભારતીય પાસપોર્ટ મા નીચેની વિગતો બરાબર હોવી જરુરી છે.
 
૧. નામ અને અટક
૨. જન્મ તારીખ
૩. જન્મ સ્થળ
૪. જાતી
૫.પાસપોર્ટ ઇસ્યુ કરનાર ઓફીસ – સીટી
૬. પાસપોર્ટ નંબર
૭. પાસપોર્ટ ઇસ્યુ કર્યા ની તારીખ અને એક્ષ્પાયરી તારીખ
૮. તમારુ સરનામુ
૯. તમારા માતા – પિતા તથા સ્પાઉસ ( પતિ કે પત્ની ) નુ નામ
૧૦. ફોટો
 
નોર્મલી પુખ્ત વય ના ને  દસ વરસ , બાળકો ને પાંચ વરસ નો પાસ્પોર્ટ ઇસ્યુ કરવા મા આવે છે.
તમારો પાસપોર્ટ ખુબ અગત્ય નો દસ્તાવેજ છે તેને સાચવી ને રાખવો જરુરી છે.
શક્ય હોય ત્યા સુધી તેની એક કોપી કઢાવી રાખવી.
તમારો પાસપોર્ટ વિદેશ જવુ હોય ત્યારે ૬ મહીના થી એક વરસ માટે વેલીડ હોવો જરુરી છે. ( દેશ પ્રમાણે કાયદા અલગ હોય છે)
 
Advertisements

પાસપોર્ટ

 

પાસપોર્ટ ની વ્યાખ્યાઃ

પાસપોર્ટ એ કોઈપણ દેશ ની બહાર, આંતર્રાષ્ટ્રિય પ્રવાસ માટે નો સૌથી અગત્ય નો અને અનિવાર્ય દસ્તાવેજ છે.  આ દેશ ની બહાર પગ રાખવો હોય તો પહેલી અને અગત્ય ની જરુરીયાત  પાસપોર્ટ છે.  પાસપોર્ટ વગર દેશ ની બહાર પગ રાખવો શક્ય નથી. પાસપોર્ટ ઈસ્યુ કરવા માટે દરેક દેશ ની સરકાર દેશ ની અંદર  તથા દેશ ની બહાર ખાસ વ્યવશ્થા કરે છે જેથી કરીને તેઓ તેમના દેશ ના નાગરીક ને પાસપોર્ટ મેળવવા મા સરળતા રહે. આપણા દેશ મા પાસપોર્ટ ઓફીસ દ્વારા પાસપોર્ટ આપવા મા આવે છે. જ્યારે ભારતીય પાસપોર્ટ વિદેશ મા આપણા રાજ્દુતાવાસ દ્વારા ઈસ્યુ કરવામા આવે છે.

 

ચાલો મારી સાથે …

 

મારો પરિચય…

મારો પરિચય આપવો હોય તો એટલુ કહી શકાય કે મારુ નામ મનીષ શાહ છે .  આ બ્લોગ મારો બીજો બ્લોગ છે અને આ બ્લોગ નુ સર્જન કરવાનુ પ્રયોજન મારા વાંચ્ક મિત્રો ને પ્રવાસ અંગે ની જાણકારી પુરી પાડવાનો છે. અહીયા આગળ અમે ભારત તથા દેશ વિદેશ ના પર્યટન સ્થળ તથા અન્ય જાણકારી આપવાનો પ્રયાસ કરશુ.

મનીષ શાહ