યુ.એસ.એ. વિઝા અરજીકર્તા માટે

યુ.એસ.એ. વિઝા  અરજીકર્તા માટે

આ લેખ લખવા પાછળ નો ઉદેશ્ય એ યુ.એસ.એ. વિઝા  અરજીકર્તા ને યૌગ્ય માર્ગદર્શન આપવાનો છે જેઓ અમારી પાસે વિઝા  અપાવવાની ગેરેંટી માંગે છે. સૌ પ્રથમ તો અમારે એ જણાવવાનુ કે યુ.એસ.એ. વિઝા  એ અમેરિકા ની સરકાર ના નિયમો ને આધિન છે અને ફક્ત અને ફક્ત અમેરિકન કોન્સુલેટ ના અધિકારી ઓ જ વિઝા  આપવાનો આખરી નિર્ણય લઈ શકે છે. બીજુ દરેક અરજીકર્તા ને જણાવવાનુ કે અમેરિકન કોન્સુલેટ ને ખોટી માહિતિ/ડોક્યુમેંટ્સ આપવાથી તમારી અરજી ફક્ત નામંજુર જ નથી થતી પરંતુ તમારી માટે અમેરિકા ના દરવાજા કાયમ માટે બંધ થઈ શકે છે અને એનો મતલબ એકે તમારી માટે અમેરિકા મા વસતા તમારા સગા ઓ ને મળવાનો માર્ગ અત્યંત મુશ્કેલ બની જશે. અને વારંવાર ની અરજી થી તમે તમારી મહેનત ની કમાણી ગુમાવશો એ અલગ.

જો તમે અમારી પાસે વિઝા  માટે ગેરેંટી માંગતા હો તો અમારો જવાબ ના છે. પણ એ સાથે અમે અમારી સેવા ની અને અમારી મહેનત માટે ૧૦૦ % ગેરેંટી આપીયે છીએ.

એક પ્રમાણીક વિઝા  સલાહ્કાર તરીકે અમે તમને નીચેની સેવા ઓ તમારા ઘરે/ઓફીસે આપીયે છીએ.

  1. વિઝા  માટે ની પ્રક્રિયા નુ સંપુર્ણ માર્ગદર્શન.
  2. વિઝા  માટે લઈ જવાના અગત્ય ના ડોક્યુમેંટ્સ ની યાદી.
  3. તમારા વતી વિઝા  ફી નુ પેમેંટ અને પ્રોસેસ.
  4. એક પણ ભુલ વિનાનુ વિઝા  ફોર્મ ભરી આપવુ અને એની કોપી તમને આપવી.
  5. ઇન્ટ્રર્વ્યુ માટે અને ફીંગરર્પ્રિંટ  માટે એપોઈંટ્મેટ  મેળવી આપવી.
  6. તમારા ડોક્યુમેંટ્સ ચેક કરી આપવા.
  7. ઇન્ટરર્વ્યુ માટે અને ફીંગરર્પ્રિંટ  માટેની સમ્પુર્ણ પ્રક્રિયા માટે તમને માહિતગાર કરવા.
  8. તમારા વતી પાસપોર્ટ કલેક્ટ કરવા.
  9. અન્ય સેવા તમારી માંગ મુજબ.

આ બધી સેવાઓ મળે છે અમારા છેલ્લા ૧૮ વર્ષ ના અનુભવો પરથી, આજ સુધી અમે ટી.વી. કલાકાર, મલ્ટી નેશનલ કંપની, ટુરિસ્ટ, ફેમીલી વિઝિટર, બિઝ્નેસ વિઝિટર , સિનિયર સિટીઝન સાથેના કામ ના અનુભવ પર થી આપીયે છીએ. જે માટે અમે તમારી પાસેથી વ્યહવારિક વિઝા સર્વિસ ચાર્જ લઈ એ છીએ.

મનિષ શાહ – ૯૮૮૩૩૪૬૨૪૩૯ અને ૯૭૭૩૭૮૧૯૮૨ or travalue.co.in@gmail.com

 

 

રિ-યુનિયન આયલેંડ

ગઈ કાલે શનીવારે રિ-યુનિયન આયલેંડ ડેસ્ટીનેશન પ્રોગ્રામ મા જવાનો મોકો મળ્યો.

એક નવા જ પ્રવાસ સ્થળ વિશેની જાણકારી તમારી માટે.

રિ-યુનિયન આયલેંડ એક રમણીય પ્રવાસ સ્થળ છે. ખાસ કરી ને જેમને પ્રક્રુતિ ના સાનીધ્ય મા રહેવુ હોય તેમની માટે ઉતમ. ખાસ કરી ને હનીમુન કપલ્સ અને સાહસ ના શોખીનો માટે.

ભૌગોલીક જાણકારી ઃ હિંદ મહાસાગર મા  માડગાસ્કર અને મોરેશીયસ વચ્ચે આવેલ છે. લગ્ભગ ૨૫૦૦ કીલોમીટર મા ફેલાયેલુ. ૮,૦૦,૦૦૦ ની વસ્તી, કેપીટલ શહેર – સેંટ ડેનીસ , બે એર પોર્ટ , સામાન્ય ચલણ – યુરો,  મુખ્ય ભાષા ફ્રેન્ચ અને લોકલ ભાષા – ક્રિઓલ ,

ત્રણ થી  ચાર દિવસ માટે ઉતમ.

આકર્ષણણ ઃ GRAND ANSE BEACH, CIRQUE, MANAPANY”S FISHERMAN PORT, WORSHIP PLACES OF DIFFERENT RELIGIONS, ST. LEU’S FISHERMAN VILLAGE, KELONIA ( OBSERVATORY OF MARINE TURTLES), LA SAGA DU RHUM ( RUM MUSEUM)CILAOS ( FARMING CITY), CREOLE HOUSE, SUGARCANE PLANTATIONS AND YES THE ACTIVE VOLCANO ( PITON DE LA FOURNAISE)

મુખ્ય આકર્ષણ ઃ  THREE NATURAL CIRQUES : MAJESTIC CILAOS, WILD AND UNTAMED MAFATE, LUSH AND GREEN SALAZIE.

ખોરાક – મુખ્યત્વે તમને યુરોપિયન. ઇંડીયન, ચાયનીઝ અને માડાગસ્કર સ્ટાયલ નુ  ખાવાનુ શાકાહરી ખોરાક સલળતાથી ઉપ્લબ્ધ.

પરિવર્તન

પરિવર્તન એ સંસાર નો નિયમ છે અને આજે અમે એ નિયમ ને ફરી એક વાર અનુસરીયે છીયે …… આ બ્લોગ ને માણો  એક સંપુર્ણ પણે નવા રુપ મા………..

આ બ્લોગ ઉપર તમે હવે શુ જાણી અને  માણી શકશો …………………..

  1. અમારો પરિચય 
  2. અમારી  સેવાઓ
  3. અમેરિકા વિસા વિશે
  4. અભિપ્રાય
  5. અમારો સંપર્ક
  6. આપણા દેશ ની પર્યટ્ન વેબ્સાઈટ ની લીંક
  7. દુનિયા ભરના પર્યટન સ્થળ વિશે
  8. અમારી અન્ય વેબ્સાઈટ વિશે
  9. અને પ્રવાસ જગત ને લગતા અવ્નવા સમાચાર

ટ્રાવેલ ઈનસ્યોરંસ

ટ્રાવેલ  ઈનસ્યોરંસ
ટ્રાવેલ ઈનસ્યોરંસ  એક મહત્વ ની બાબત  ઘણા ટ્રાવેલર ધ્યાન મા લેતા નથી તેમનિ દલીલ એવી  હોય છે કે આપણને શુ થવાનુ છે તે આપણે ટ્રાવેલ ઈનસ્યોરંસ લેવો જોઈએ. પણ તમે વિદેશ યાત્રા એ જતા હોય અને આમ વીચારતા હો તો નીચે પ્રમાણે ના ફાયદા વાંચી ફરી એક વખત વિચારજો.
૧. ટ્રાવેલ ઈન્સ્યોરન્સ સમ ઈન્સુયોર્ડ ના પ્રમાણ મા મોંઘા નથી હોતા.
૨. પ્રિમીયમ રુપિયા મા હોય છે અને ઈન્સ્યોરન્સ ડોલર મા
૩. વિદેશ મા મેડીકલ એક્ષ્પેન્સ વધારે હોય છે, ખાસ કરી ને અમેરિકા, કેનેડા અને યુરોપ મા
૪.ટ્રાવેલ ઈન્સ્યોરન્સ મા માંદગી સિવાય ની ઘણી અલગ અલગ ચીજો નો ઈન્સ્યોરન્સ હોય છે જેમ કે પાસપોર્ટ અને બેગેજ લોસ , ટ્રીપ ડિલે , હાઈજેક , ઈમરજન્સી કેશ અને અન્ય
ઈન્સ્યોરન્સ લેતા પહેલા ધ્યાન મા લેવા જેવી વાત.
૧. ઇન્સ્યોરન્સ હમેશા રેપ્યુટેડ કંપની ના લેવા
૨. ટર્મ્સ એન્ડ કંડીશન વાંચી લેવી.
૩. જુના રોગ છુપાવવા નહી.
૪. ઈન્સ્યોરન્સ કંપની ના નીયમો નુ પાલન કરવુ
તો હવે જ્યારે વિદેશ જાઓ ત્યારે ઇન્સ્યોરન્સ લઈ ને જાવ અને નિરાંતે યાત્રા કરો.

આંતરરાષ્ટ્રિય પ્રવાસ કરો છો ?

આંતરરાષ્ટ્રિય  પ્રવાસ કરો છો નીચેના મુદ્દા / દસ્તાવેજ નુ  ખાસ ધ્યાન રાખો.
 
૧. પાસપોર્ટ
૨. વિસા
૩. ટિકિટ
૪.પોલીસી ( ખાસ વિદેશ પ્રવાસ માટેની)
૫.ફોરેન એક્ષ્ચેન્જ
૬. અન્ય પરવાનગી પત્ર
૭. શુ તમે વિદેશ મા ડ્રાઈવીંગ કરવાના છો તો પછી ઈન્ટર્નેશનલ ડ્રાઈવીંગ લાયસંસ
૮. તમે કોઈ રેગ્યુલર દવા લેતા હો તો સાથે લેવી ( ધ્યાન મા રાખો કે એ બ્રાંડ વિદેશ મા પ્રતીબંધીત  નથી)
૯. કસ્ટમ્સ ના નિયમો ની જાણકારી
 
 
 

પાસપોર્ટ ના ઉપયોગ

પાસપોર્ટ ના ઉપયોગ

 
પાસપોર્ટ નો સૌથી મોટો ઉપયોગ વિદેશ યાત્રા નો છે. ખરેખર તો તેના વગઅર વિદેશ યાત્રા લગભગ અસંભવ છે.તેના બીજા ઉપયોગ ની વાત કરીયે તો . એ નીચે પ્રમાણે ની વિગતો ની સાબીતી છે.
 
૧. તમારા નામ અને અટક
૨. ઉમર
૩.જન્મ સ્થળ
૪.સરનામુ
 
ઈન શોર્ટ એ તમારા ઓળખપત્ર નુ કામ કરે છે. જે તમને ઘણા ખરા સરકારી / ખાનગી વ્યહવારો મા ઉપયોગી છે.

પાસપોર્ટ નુ મહત્વ્વ

  

પાસપોર્ટ એક અગત્ય નો દસ્તાવેજ છે. અને ખાસ કરી ને જ્યારે તમે વિદેશ મા હો ત્યારે.

પાસપોર્ટ માટે ની ટીપ્સ.

૧. તમારો પાસપોર્ટ હમેશા સેફ કસ્ટડી મા રાખો.

૨. હમેશા તેની એક કોપી કઢાવી ને રાખો.

૩. વિદેશ પ્રવાસ વખતે તમારા દરેક સામાન મા  પાસ્પોર્ટ તથા અન્ય ડોક્યુમેન્ટ્સ ની એક એક કોપી રાખવી હિતાવહ છે.

૪.પાસપોર્ટ ને નાના બાળકો થી દુર રાખો.

૫.હમેશા પ્લાસ્ટીક ના પાઉચ મા રાખો.

૬.તમારો પાસ્પોર્ટ ડેમેજ થયો હોય એવુ લાગે તો પાસ્પોર્ટ એજન્ટ ની સલાહ લો.

૭.વિદેશ પ્રવાસ વખતે પાસપોર્ટ ને પોતાની પાસે એકદમ સંભાળી ને રાખો.

૮.પાસપોર્ટ ખોવાય તો તરત પોલીસ કંપ્લેઈન કરાવો. વિદેશ મા હો તો ભારતીય રાજદુતાવાસ ને જાણ કરો.

પાસપોર્ટ ના ઉપયોગ વિશે આગલી પોસ્ટ મા…

પાસપોર્ટ મા ની વિગત

તમારા ભારતીય પાસપોર્ટ મા નીચેની વિગતો બરાબર હોવી જરુરી છે.
 
૧. નામ અને અટક
૨. જન્મ તારીખ
૩. જન્મ સ્થળ
૪. જાતી
૫.પાસપોર્ટ ઇસ્યુ કરનાર ઓફીસ – સીટી
૬. પાસપોર્ટ નંબર
૭. પાસપોર્ટ ઇસ્યુ કર્યા ની તારીખ અને એક્ષ્પાયરી તારીખ
૮. તમારુ સરનામુ
૯. તમારા માતા – પિતા તથા સ્પાઉસ ( પતિ કે પત્ની ) નુ નામ
૧૦. ફોટો
 
નોર્મલી પુખ્ત વય ના ને  દસ વરસ , બાળકો ને પાંચ વરસ નો પાસ્પોર્ટ ઇસ્યુ કરવા મા આવે છે.
તમારો પાસપોર્ટ ખુબ અગત્ય નો દસ્તાવેજ છે તેને સાચવી ને રાખવો જરુરી છે.
શક્ય હોય ત્યા સુધી તેની એક કોપી કઢાવી રાખવી.
તમારો પાસપોર્ટ વિદેશ જવુ હોય ત્યારે ૬ મહીના થી એક વરસ માટે વેલીડ હોવો જરુરી છે. ( દેશ પ્રમાણે કાયદા અલગ હોય છે)
 

પાસપોર્ટ

 

પાસપોર્ટ ની વ્યાખ્યાઃ

પાસપોર્ટ એ કોઈપણ દેશ ની બહાર, આંતર્રાષ્ટ્રિય પ્રવાસ માટે નો સૌથી અગત્ય નો અને અનિવાર્ય દસ્તાવેજ છે.  આ દેશ ની બહાર પગ રાખવો હોય તો પહેલી અને અગત્ય ની જરુરીયાત  પાસપોર્ટ છે.  પાસપોર્ટ વગર દેશ ની બહાર પગ રાખવો શક્ય નથી. પાસપોર્ટ ઈસ્યુ કરવા માટે દરેક દેશ ની સરકાર દેશ ની અંદર  તથા દેશ ની બહાર ખાસ વ્યવશ્થા કરે છે જેથી કરીને તેઓ તેમના દેશ ના નાગરીક ને પાસપોર્ટ મેળવવા મા સરળતા રહે. આપણા દેશ મા પાસપોર્ટ ઓફીસ દ્વારા પાસપોર્ટ આપવા મા આવે છે. જ્યારે ભારતીય પાસપોર્ટ વિદેશ મા આપણા રાજ્દુતાવાસ દ્વારા ઈસ્યુ કરવામા આવે છે.

 

ચાલો મારી સાથે …

 

મારો પરિચય…

મારો પરિચય આપવો હોય તો એટલુ કહી શકાય કે મારુ નામ મનીષ શાહ છે .  આ બ્લોગ મારો બીજો બ્લોગ છે અને આ બ્લોગ નુ સર્જન કરવાનુ પ્રયોજન મારા વાંચ્ક મિત્રો ને પ્રવાસ અંગે ની જાણકારી પુરી પાડવાનો છે. અહીયા આગળ અમે ભારત તથા દેશ વિદેશ ના પર્યટન સ્થળ તથા અન્ય જાણકારી આપવાનો પ્રયાસ કરશુ.

મનીષ શાહ